fbpx

પૌરાણિક કથા: ભગવાન રામે હનુમાનજીને શા માટે આપ્યો હતો મૃત્યુદંડ, જાણો એની પાછળનું કારણ..

હનુમાનજી એ હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી માનવામાં આવે છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. હનુમાનજી શ્રી રામના ખૂબ જ પ્રિય હતા. શ્રી રામની કોઈ પણ વાત હનુમાનજી ન હતા ટાળતા. દિવસ રાત હનુમાન પોતાના ભગવાનની સેવામાં રહેતા હતા. રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા.

image source

એક દિવસ શ્રી રામના દરબારમાં સભા ચાલી રહી હતી. આ દરબારમાં બધા વરિષ્ઠ ગુરૂ અને દેવતાઓ હાજર હતા. અહીં એક ખાસ વાત પર ચર્ચા ચાલી રહી હતી. આ વાત હતી રામ વધારે શક્તિશાળી છે કે રામનું નામ. દરેક લોકો પોત પોતાના મંતવ્ય આપી રહ્યા હતા. જ્યાં દરેક લોકો રામને વધારે શક્તિશાળી માની રહ્યા હતા. જયારે નારદ મુનિનો મત એકદમ અલગ હતો.

નારદ મુનિએ કહ્યું કે રામ નામ વધારે શક્તિશાળી છે. તે વખતે હનુમાનજી એકદમ ચુપ બેઠા હતા. નારાદ મુનિનો મત કોઈ સાંભળી રહ્યું ન હતું. એ પછી જયારે સભા પૂરી થઈ ત્યારે નારદ મુનિએ હનુમાનજીને કહ્યું કે તે દરેક ઋષિ મુનિઓને નમસ્કાર કરે. પરંતુ ઋષિ વિશ્વામિત્રને ન કહે. હનુમાનજીને સમજ ન આવ્યું ત્યારે તેમણે નારાદ મુનિને પુછ્યુ કે તે ઋષિ વિશ્વામિત્રને નમસ્કાર કેમ ન કરે? નારદ મુનિએ કહ્યું કે તેમને ઋષિઓમાં ન ગણવામાં આવે કારણ કે તે પહેલા રાજા હતા.

image source

નારાદજીની વાત હનુમાનજીએ માની લીધી. તેમણે દરેક ઋષિઓને નમસ્કાર કર્યું પરંતુ વિશ્વામિત્રને નમસ્કાર ન કર્યું. આ જોઈ વિશ્વામિત્ર ખૂબ ક્રોધિત થઈ ગયા. તેના પર વિશ્વામિત્રએ રામને હનુમાનની ભુલ પર સજા આપવા કહ્યું. તેમણે કહ્યું કે હનુમાનને મોતની સજા આપવામાં આવે. વિશ્વામિત્ર શ્રી રામના ગુરૂ હતા અને તે તેમની વાત ટાળી ન હતા શકતા. એવામાં શ્રી રામે હનુમાનને મારવાનો નિર્ણય કર્યો.

image source

જયારે હનુમાને નારદ મુનિને આ સમસ્યાનું સમાધાન પુછ્યું. તેના પર નારદ મુનિએ કહ્યું કે તે રામ નામ જપવાનું શરૂ કરી દ્યો. હનુમાને રામ નામ જપવાનું શરૂ કરી દીધુ. શ્રીરામે હનુમાન પર પોતાનું ઘનુષ બાણ તાણ્યુ. પરંતુ તે તીરે હનુમાનજીને નુકશાન ન પહોંચાડ્યું. પછી હનુમાનજી પર બ્રહ્માન્ડમાંથી સૌથી શક્તિશાળી શસ્ત્ર બ્રહ્માસ્ત્રનો પણ કોઈ પ્રભાવ ન પડ્યો. એ બધું જોઇને નારદ મુનિએ ઋષિ વિશ્વામિત્ર પાસે હનુમાનજીને ક્ષમા કરવાની માંગ કરી. ત્યારે છેવટે વિશ્વામિત્રએ હનુમાનજીને ક્ષમા કર્યા અને સમસ્યાનું સમાધાન થઇ ગયું.

error: Content is protected !!