ધર્મગ્રંથને હંમેશા વહેલી સવારે જ શા માટે વાંચવામાં આવે છે? જાણો એ પાછળનું વૈજ્ઞાનિક કારણ..

હિંદુ ધર્મમાં ઘણા ગ્રંથો છે].શ્રુતિ અને સ્મૃતિમાં વિભાજીત આ ગ્રંથો કે જેમનું સંકલન હજારો વર્ષના સમયગાળા દરમ્યાન થયું છેદરેક ધર્મમાં શાસ્ત્રોનું ખૂબ મહત્વ હોય છે અને પવિત્રતા તેમજ આદરની દ્રષ્ટિએ તેને વાંચવા માટેનો સમય અને પદ્ધતિ અને એટલી જ મહત્વપૂર્ણ છે. પરંતુ સવાર અને સાંજનો સમય શાસ્ત્રો અને ગ્રંથો વાંચવા માટે યોગ્ય માનવામાં આવે છે.તો ચાલો આપણે તેની પાછળનું વેજ્ઞાનિક કારણ જાણીએ –

image source

હિન્દુ ધર્મમાં ઘણા ધાર્મિક ગ્રંથો છે, જેના વાંચનથી માણસને ધર્મ વિશેની ઘણી માહિતી તેમજ માર્ગદર્શન મળે છે. પરંતુ મોટે ભાગે આ શાસ્ત્રો ફક્ત સવારે અથવા સાંજે જ વાંચવામાં આવે છે.

image source
ઘણા લોકો તેમના દિવસની શરૂઆતમાં એટલે કે વહેલી સવારે જ શાસ્ત્રો વાંચવાનું શુભ માનતા હોય છે, જ્યારે કેટલાક લોકો તેને સાંજે વાંચે છે. સવાર અથવા સાંજે આ શાસ્ત્રો વાંચવા માટે ધાર્મિક અથવા આધ્યાત્મિક કારણ હોવા ઉપરાંત વેજ્ઞાનિક કારણ પણ છે.તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ ગ્રંથને બપોરના સમયે ન વાંચવા જોઈએ.

image source
હકીકતમાં સવારનો સમય આપણા મગજ, અને શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ખરેખરમાં તો આ સમય સકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે જેના કારણે આ સમયે આપણા મગજની કાર્ય કરવાની ક્ષમતા અને ગ્રહણક્ષમતા વધી જાય છે. ઉપરાંત, સવારનો સમય એવો હોય છે જ્યારે તમારા મગજ પર કોઈ દબાણ નથી હોતું, અને આ સમયે વાંચેલી અને સાંભળેલી વસ્તુઓની મન તેમજ મગજ પર સકારાત્મક અસર પડે છે.

image source
આથી શાસ્ત્રો અને ગ્રંથો ખાસ કરીને સવારે અથવા સાંજે વાંચવામાં આવે છે. જેથી તેઓ આપણા સ્વાસ્થ્ય અને વર્તન બંને પર સકારાત્મક અસર કરે. હિંદુ ધર્મ,અર્વાચીન યુગમાં પળતાં ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે, અને તેના મૂળ વૈદિક સંસ્કૃતિમાં રહેલા છે.વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમુહને સ્થાપનારી કોઈ એક વ્યક્તિ નથી.92 કરોડ અનુયાયી સાથે હિંદુ ધર્મ,ખ્રિસ્તી અને ઇસ્લામ પછી દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે.