ફેંગશુઈ શાસ્ત્ર મુજબ: ભૂલથી પણ બેડ નીચે આ વસ્તુ ન રાખવી, નહિ તો માં લક્ષ્મીજી થઇ જશે નારાજ..

આપણા દરેક લોકોના ઘરે સુવા માટે એક બેડ કે પલંગ તો જરૂર હોય જ છે. ઘર માં રાખવામાં આવેલા પલંગ ને જો યોગ્ય દિશા માં ન રાખવામાં આવે તો તે અશુભ માનવામાં આવે છે. ઘરમાં રહેલા પલંગ સાથે પણ કેટલાક શુભ-અશુભ પ્રભાવ જોડાયેલા હોય છે. ફેંગશુઈ માં બતાવવામાં આવ્યું છે કે ઘરમાં કેવી રીતે અને કઈ દિશા માં પલંગ ને રાખવો જોઈએ, એના વિશે. જેથી તે વસ્તુ ઘરમાં બરકત લાવી શકે. આજે અમે તમને અમુક વસ્તુ વિશે જણાવી દઈએ કે જેને બેડ કે પલંગ નીચે ન રાખવી જોઈએ.

image source

આવો હોવો જોઈએ બેડ

ફેંગશુઈ અનુસાર લોકોએ બોક્સ વાળા બેડ ને ન ખરીદવો જોઈએ, શા માટે બોક્સ વાળા બેડ ને ખરીદી ને પછી બોક્સ ની અંદર ઘણા પ્રકારના સામાન રાખવામાં આવે છે અને આ સામાન ની ઉપર સુવું શુભ નથી માનવામાં આવતું. આ રીતે બેડની બાજુમાં કે એની ઉપર કોઈ પ્રકાર નો અરીસો કે બોક્સ ન હોવું જોઈએ અને એકદમ પ્લેન હોવું જોઈએ.

image source

બેડની યોગ્ય દિશા

જો બેડરૂમ માં પલંગ ને ખોટી જગ્યા પર રાખવામાં આવે તો ઘરમાં લક્ષ્મી નો વાસ હોતો નથી. ફેંગશુઈ અનુસાર કોઈ પણ ઘરમાં બેડરૂમ માં પલંગ રાખતી વખતે વાસ્તુ શાસ્ત્ર પર ધ્યાન આપવું જોઈએ અણે પલંગ ના આગળ ના ભાગ ને સાઉથ-ઇસ્ટ અથવા પછી સાઉથ-વેસ્ટ ની દીવાલ તરફ જ રાખવો જોઈએ. આ બંને દિશા સિવાય બીજી કોઈ દિશામાં જો પલંગ ને રાખવામાં આવે તો તે શુભ માનવામાં આવતું નથી. એટલા માટે તમારા ઘર માં પલંગ ને ફક્ત યોગ્ય દિશા માં જ રાખવો.

image source

કોઈ પણ પ્રકારની વસ્તુ ન રાખવી

બેડ નીચેથી એકદમ ખુલો હોય તો એની નીચે કોઈ પણ પ્રકાર ની વસ્તુ રાખવાથી બચવું. કારણકે આપને ઘણી વસ્તુ પલંગ ની નીચે રાખી દઈએ છીએ, જે સુતી વખતે શરીર ને મળતી સકારાત્મક ઉર્જા માં અવરોધ ઉત્પન્ન કરે છે અને સુતા સમયે આ વસ્તુ પાસે હોવાથી વ્યક્તિ ને સરખી ઊંઘ આવી શકતી નથી.

image source

બેડની નીચે ન રાખવી આ વસ્તુ

જો તમારા ઘરમાં વધારે જગ્યા નથી અને તમારે મજબુર થઈને પલંગ ની નીચે સામાન રાખવો પડે છે તો તમારા પલંગની નીચે લોઢા ની કોઈ વસ્તુ, પ્લાસ્ટિક થી બનેલી કોઈ પણ વસ્તુ અથવા પછી સાવરણી ને ન રાખવી. કારણકે આ પ્રકારની વસ્તુ સુતા સમયે આપણા મન અને મસ્તિષ્ક પર પ્રભાવ નાખે છે. આ વસ્તુ સિવાય પલંગ ની નીચે કોઈ પણ પ્રકાર ની ગંદકી પણ ન થવા દેવી.