fbpx

સંકટ મોચનનું આ મંદિર લાખો ભક્તો ની આસ્થા નું કેન્દ્ર બનેલું છે. અહીં બધી ઈચ્છાઓ થાય છે પૂરી

મહાબલી હનુમાનજી ને સંકટ મોચન કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કળયુગ માં પણ આ એક માત્ર એવા દેવતા છે, જે તેમના ભક્તો ની પુકાર સૌથી જલ્દી સાંભળે છે અને પોતાના ભક્તો ની બધી ખરાબ પરિસ્થિતિમાં રક્ષા કરે છે. આમ જોવામાં આવે તો દેશ ભર માં હનુમાન જી ના ઘણા પ્રસિદ્ધ મંદિર છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે બતાવવાના છીએ, જે લાખો ભક્તો ની આસ્થા નું પ્રમુખ કેન્દ્ર બનેલું છે.

image source

આ મંદિર ની અંદર સંકટ મોચન હનુમાનજી ના દર્શન કરવા માટે લોકો દૂર દૂર થી આવે છે. અને પોતાના ઘર પરિવારની સુખ-સમૃદ્ધિની કામના કરે છે. અમે તમને જે મંદિર વિશે જાણકારી આપી રહ્યા છીએ, તે મંદિર બિહારની રાજધાની પટના માં સ્થિત છે. આ મંદિર ને મહાવીર મંદિર ના નામ થી દુનિયા ભર માં ઓળખવામાં આવે છે.  આ સૌથી પ્રાચીન હનુમાન મંદિર કહેવાય છે છે.

image source

પટના રેલવે સ્ટેશન થી થોડું દૂર આ મંદિર છે. આ મંદિર ની અંદર ભક્ત પુરી શ્રધ્ધા સાથે હનુમાનજી ની પૂજા અર્ચના કરે છે. અને પોતાના જીવન ના કષ્ટ માંથી મુક્તિ પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે. આ મંદિર ની સાથે લાખો ભક્તો ની આસ્થા જોડાયેલી છે. ધાર્મિક માન્યતા અનુસાર એવું બતાવવામાં આવે છે કે અહીં આવતા બધા ભક્તો ની ઈચ્છા જરૂર પુરી થાય છે. મહાબલી હનુમાનજી પોતાના ભક્તો ને આ મંદિર માંથી ક્યારેય પણ ખાલી હાથે જવા દેતા નથી.

image source

મહાવીર મંદિર ના મુખ્ય મંદિર માં હનુમાન જી ની બે મૂર્તિઓ સ્થાપીત છે. એવું કહેવામાં આવે છે કે હનુમાનજી એક મૂર્તિ પરીત્રાણાય સાધુનામ છે જે ભક્તો અને સાધુ, સજ્જન અને સારા લોકો ની બધી ઈચ્છા પૂરી કરે છે અને તેમની રક્ષા કરે છે. પરંતુ બીજી મૂર્તિ વિનાશાય છે. જે દુષ્ટ લોકો અને અત્યાચારી લોકો નો નાશ કરે છે. આ પ્રતિમા ખરાબી ને દૂર કરવા માટે માનવામાં આવે છે.

image source

બિહાર ની રાજધાની પટના ના આ મહાવીર મંદિર ના ગર્ભ ગૃહ માં બજરંગબલી અને દરેકના સંકટ દૂર કરતા ભગવાન હનુમાનજી ની મૂર્તિ સ્થાપિત છે. એના સિવાય આ મંદિર ના પરિસર માં ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ અને દુર્ગા માતા નું પણ મંદિર છે આ મંદિર ની પાસે જ એક પીપળા નું ઝાડ છે. જેમાં ભગવાન શ્રી શનિદેવ બિરાજમાન છે. આ મંદિર 10000 વર્ગ ફૂટ ના ક્ષેત્રફળ માં ફેલાયેલું છે. મહાવીર મંદિર માં એક રામ સેતુ નું 15 કિલોગ્રામ ભાર ના પથ્થર પણ કાચ ના વાસણ ઉપર રાખેલ છે. જે ક્યારેય પણ નથી ડૂબતા.

image source

આમ તો જો જોવામાં આવે તો આ મંદિર ની અંદર ભક્તો ની રોજ ભીડ જોવા મળે છે. પરંતુ પટના ના આ પ્રસિદ્ધ મહાવીર મંદિર માં શનિવાર અને મંગળવારે ભક્તો ની લાંબી લાંબી લાઈન જોવા મળે છે. અહીં ની પારંપરિક પૂજા ના દિવસો માં હનુમાનજી ના દર્શન કરવા માટે મોટી સંખ્યા માં ભક્તો આવે છે. રામનવમી અને નવા વર્ષ ના અવસર ઉપર પટના ના આ મંદિર માં લાખો ની સંખ્યા માં ભક્તો હનુમાન જી ના દર્શન કરવા માટે ઉપસ્થિત હોય છે.

error: Content is protected !!