જાણો કુંડળીમાં કેતુનો પ્રભાવ કેવી રીતે કરે છે અસર, કુંડળીના આ ભાવ માં હોય ત્યારે આપે છે શુભ ફળ
ગ્રહોની ચાલ નિરંતર બદલાયા કરે છે અને બદલતી ગ્રહો ની ચાલના કારણે દરેક વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની અસર ૧૨ રાશીઓ પર પડે છે. દરેક લોકોના જીવનમાં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય પણ આવે છે. એવા કોઈ વ્યક્તિ નથી હોતા જેમનું જીવન એક સામાન પસાર થાય. દરેક લોકોના જીવનમાં સુખ દુખ આવ્યા કરે છે અને એ બધું ગ્રહોની ચાલ પર આધારિત હોય છે.
કેતુને રહસ્યમય કાંતિ તથા તેજસ્વી જ્યોતિ કિરણ કહેવાય છે. ઉપછાયા ગ્રહોનો પ્રભાવ સર્વોચ્ચ મહત્વ ધરાવે છે, કારણ કે કુંડળીમાં ઉપછાયા ગ્રહોની સ્થિતિ અનુસાર, મનુષ્યને તેની આંતરિક લાગણી વિશે જાણ થાય છે. પરિણામે માણસ તેના જીવનને વધુ અર્થપૂર્ણ બનાવી શકે છે. ઘણાં શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે મંગળ, રાહુ, શનિ, કેતુ અને સૂર્ય પર્વતો અને જંગલોમાં ભ્રમણ કરે છે, આનો અર્થ એ છે કે આ ગ્રહોનો આરંભ ધાર્મિક વિધિઓથી થાય છે. જન્મ જન્માક્ષર મુજબ, કેતુ તમારા આખા જીવનને કેવી અસર કરશે તેનું જ્યોતિષીય વિશ્લેષણ જાણીએ.
- પ્રથમ ભાવમાં કેતુ : જે જાતકની જન્મ કુંડળીમાં કેતુ પ્રથમ સ્થાને હોય તેમના ચહેરા પર એક અલગ આભા હોય છે. આવા લોકો વિચિત્ર સંજોગોમાં પણ પોતાનો વિકાસ કરી શકે છે.
- બીજા ભાવમાં કેતુ : જો કેતુ કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં બીજા ઘરમાં હોય તો તે વ્યક્તિ વિશિષ્ટ જ્ઞાન ધરાવતો હોય. જો કે શરૂઆતમાં પૈસાના અભાવે તેને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. આવા લોકોને આંખ, કાન અથવા ગળા સંબંધિત રોગ હોઈ શકે છે.
- તૃતીય ભાવમાં કેતુ : જો કેતુ કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં ત્રીજા ઘરમાં હોય તો તે કોઈ વરદાનથી ઓછું નથી. હંમેશા તેમની હિંમત અને શક્તિમાં વધારો કરશે અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા પ્રદાન કરશે. વ્યક્તિને આત્મનિર્ભર, મહત્વકાંક્ષી અને નિશ્ચયી બનાવશે. ભાઈઓ સાથે મતભેદો થાય.
- ચોથા ભાવમાં કેતુ : કુંડળીમાં કેતુ ચોથા સ્થાનમાં હોય તો માનસિક અસ્વસ્થતા આપે છે. તેઓ માતા-પિતાથી દૂર રહેવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. કુશળ નેતૃત્વ અને જ્ઞાનના આધારે, આવા લોકો પ્રશંસનીય કાર્ય કરે છે અને સમાજમાં સ્થાન મેળવે છે. કાર્ય વ્યવસાયમાં પણ નવા પ્રયોગો કરે છે સફળ થાય છે.
- પાંચમા ભાવમાં કેતુ : કુંડળીમાં કેતુ પાંચમા સ્થાનમાં હોય તો તે લોકોમાં અસાધારણ રચનાત્મક શક્તિ હોય છે. વ્યક્તિ અંતર્મુખી હોય અને તેની સમસ્યાઓ આપમેળે હલ કરવામાં વિશ્વાસ રાખે છે. આવા લોકો શિક્ષણની સ્પર્ધામાં પણ મોખરે રહે છે. પ્રેમની બાબતમાં ઉદાસીનતા હોય. નોકરીમાં મોટા હોદ્દા પર પહોંચે.
- છઠ્ઠા ભાવમાં કેતુ : જેની કુંડળીમાં કેતુ છઠ્ઠા સ્થાનમાં હોય તે શત્રુનો નાશ કરે છે. તેઓ ટોચ પર પહોંચે છે, પરંતુ કેટલીક વખત તેઓ તેમની જીદ અને આળસને લીધે મોટું નુકસાન પણ કરે છે.
- સાતમા ભાવમાં કેતુ : આવા જાતકો કે જે લોકોની કુંડળીમાં કેતુ સાત માસ્થાનમાં હોય તેઓને લગ્ન જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. સંયમનો અભાવ હોય છે, જે ધીમે ધીમે આરોગ્યને અસર કરે છે.
- આઠમા ભાવમાં કેતુ : જેની કુંડળીમાં કેતુ આ સ્થાનમાં બેઠો છે, તેના જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે, તે નકામા અને દુષ્ટ કામનો ભાગીદાર બને છે. કેતુ જીવનભર સખત પરીક્ષા લે છે.