જાણો કૂતરો આ પ્રકારની હરકત કરે તો થઇ શકે છે અપશુકન..

શુકન-અપશુકન, લગભગ બધાંને થતાં હોય છે. વિજ્ઞાનના જમાનામાં આજે પણ જયારે આપણે કોઈ મોટો પ્રસંગ કે મહત્વના કાર્ય માટે પ્રસ્થાન કરીએ ત્યારે શુકનનું મહત્વ ખુબ વધી જાય છે. ઘરમાંથી બહાર નીકળતી વખતે પાછળથી કોઈ ટોકે, છીંક આવવી, બિલાડીનું દેખાવું કે પછી દૂધ ઢોળાવું. આવી ઘટનાઓને સામાન્ય રીતે અપશુકન તરીકે જોવામાં આવે છે.

આજે અમે તમને કૂતરાની હરકત વિશે જણાવીશું. કુતરો જ એક એવું જાનવર છે જે સૌથી વધારે વફાદાર હોય છે. કુતરાની અમુક એવી હરકતો પરથી ખબર પડે છે કે આવનારો સમય કેવો રહેશે..

image source

અમુક લોકોનું કહેવું છે કે કૂતરા ની અંદર છઠ્ઠી ઈન્દ્રીઓ હોય છે જેને તે કોઈ પણ પરિસ્થિતિ ને પહેલેથી જ જાણી લે છે. જો કોઈ જગ્યા પર કોઈ ઘટના થવાની હોય તો એનો આભાસ કુતરાને પહેલાથી જ થઇ જાય છે એટલા માટે તે અલગ અલગ હરકતો કરવા લાગે છે.

image source

જો કોઈ વ્યક્તિ કામ માટે ઘરની બહાર જઈ રહ્યું હોય અને અચાનક જ કુતરો તમારી સામે આવીને સુઈ જાય અથવા એના શરીરને જમીનમાં આળોટવા લાગે તો એ તમારા કામ પર ખરાબ અસર કરી શકે છે. જો કુતરો તમારી સામે એવું કરે છે તો એનો મતલબ એવો થાય છે કે તમે જે પણ કામ કરવા જઈ રહ્યા છો તો એ લગભગ સફળ થઇ શકશે નહિ.

image source

કોઈ કુતરો ઉપર ઉપરની તરફ મોં કરીને ભોંકવા લાગે છે તો એ કોઈ માટે સારું નથી હોતું કારણકે જ્યાં કુતરો ઉપરની તરફ જોઇને ભસતો હોય તો એનો મતલબ એવો થાય છે કે એ ગામમાં અથવા જે પણ જગ્યા છે ત્યાં આવનારા દિવસોમાં પાણીની ખુબ જ અછત થઇ શકે છે.

ઘણી વાર અમુક લોકોના ઘરેથી કુતરા ચપ્પલ અથવા બુટને મોં માં નાખીને ભાગી જાય છે. તો જો તમારા કોઈના ચપ્પલ અથવા બુટને પણ કોઈ કુતરો લઈને ભાગી જાય તો એનો મતલબ એ છે કે તમારા જીવનમાં આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ થવાની છે.

image source

જો કોઈ પણ વ્યક્તિ કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યું હોય અથવા એ સારું કામ કરીને જતી વખતે એ વ્યક્તિ ની સામે કુતરો એના કાનને ફડફડાવવા લાગે તો એનો મતલબ એ થાય છે કે તે કામ બનશે નહિ એટલે કે એ કામ કરવામાં નફો નહિ થાય અને તેમાં નુકશાન પણ થઇ શકે છે.