fbpx

નાગદેવતાના આ મંદિરમાં પૂજા કરવાથી મેળવી શકાય છે કાલસર્પ દોષ માંથી મુક્તિ, જાણો દેશના વિવિધ મંદિરો વિશે

આપના દેશમાં પશુ પક્ષી અને જીવ જંતુઓ માં પણ ભગવાનનો વાસ જોવામાં આવે છે. આપણે સૌ જાણીએ જ છીએ કે આપણે ત્યાં ગાય ણે માતા અને સાપ એટલે કે નાગ ણે પણ દેવતા કહેવામાં આવે છે અને એમની પૂજા થાય છે.  ઘણી વાર જોવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના કુંડળી માં કાલસર્પ દોષ રહે છે તો એના કારણે તે વ્યક્તિ ના જીવન માં ખુબ જ સમસ્યાઓ ઉત્પન્ન થતી રહે છે. જો તમે તમારી કુંડળી માં રહેલા કાલસર્પ દોષ માંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો એના માટે આજે અમે તમને એવા પ્રાચીન નાગ દેવતા ના મંદિરો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જ્યાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને કાલ સર્પ દોષ માંથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

image source

મન્નારશાલા મંદિર, કેરળ : નાગ દેવતા ના પ્રાચીન મંદિરો માંથી એક મન્નારશાલા મંદિર છે, આ મંદિર કેરળ ના અલેપ્પી જિલા થી લગભગ ૪૦ કિલોમીટર દુર પર આવેલું છે, આ ૩૦૦૦૦ નાગો વાળું મંદિર છે. આ મંદિર ની અંદર તમને ૩૦,૦૦૦ નાગો ની પ્રતિમાઓ જોવા મળે છે. આ મંદિર ૧૬ એકડ માં લીલા જંગલો ની વચ્ચે છે. આ મંદિર ની અંદર નાગરાજ અને એની પત્ની નાગયક્ષી દેવીની પ્રતિમા રહેલી છે.

image source

નાગ વાસુકી મંદિર : નાગ દેવતાનું એક પ્રાચીન મંદિર પ્રયાગરાજ ના સંગમ ની પાસે જ દારાગંજ ક્ષેત્ર માં આવેલું છે. જેને નાગ વાસુકી નું મંદિર કહેવામાં આવે છે, નાગ દેવતાના આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નાગ પંચમી ના શુભ અવસર પર અહી દર્શન કરવા માટે આવે છે અને અહી પૂજા કરે છે, એને કુંડળી માં રહેલા કાલસર્પ દોષ માંથી છુટકારો પ્રાપ્ત થાય છે, જયારે નાગ પંચમી નો તહેવાર આવે છે ત્યારે આ સ્થાન પર એક મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દુર દુરથી લોકો આવે છે.

image source

નાગચંદ્રેશ્વર મંદિર : જો આપણે દેશના દરેક મંદિર ની વાત કરીએ તો એક પ્રાચીન અને સૌથી પ્રસિદ્ધ નાગ મંદિર દેશ ના ૧૨ જ્યોતિર્લિંગ માંથી એક મહાકાલ મંદિર ના પરિસર માં આવેલું છે. જેને નાગચંદ્રેશ્વર મંદિર કહેવામાં આવે છે, નાગ દેવતા ના આ મંદિર ની સૌથી ખાસ વાત એ છે કે આ મંદિર ફક્ત વર્ષમાં એક વાર જ સામાન્ય લોકો માટે ખુલે છે. વર્ષ માં એક વાર જ સામાન્ય લોકો આ મંદિર ના દર્શન કરી શકે છે.

image source

તક્ષકેશ્વર નાથ : નાગ દેવતા નું આ મંદિર પ્રયાગરાજ ની પાસે યમુના નદીના કિનારે આવેલું છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ મંદિર માં ભગવાન શિવજી ના દર્શન કરે છે એને કાલસર્પ દોષ માંથી છુટકારો મળે છે. એટલું જ નહિ પરતું તે વ્યક્તિ ની આવનારી પેઢી પણ કાલસર્પ દોષ માંથી મુક્તિ પ્રાપ્ત કરે છે.

error: Content is protected !!