જાણો શા માટે લગાવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન શુભ કાર્યો પર પ્રતિબંધ, આ છે હકીકત

હિંદુ ધર્મમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જણાવામાં આવ્યું છે, દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આ ત્રણે ઋણમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ કરવાથી પિતૃઓને પાણી અને અન્ન – વસ્ત્ર મળે છે. તેમના આત્માને શાંતિ મળે છે. હિંદૂ સંસ્કૃતિ માટે જો કઁઈ મેળવવું હોય તો કઈંક આપવું પડે. દરેક પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે વિવિધ પ્રકારના દાન ધર્મ કરતા હોય છે અને બ્રાહ્મણોને ભોજન સાથે સાથે ગાયને દાન કૂતરાને દાન અને કાગડાને પણ કરતા હોય છે.

image source

સનાતન ધર્મમાં પિતૃ પક્ષનો સમય પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયે લોકો તેમના પિતૃઓને યાદ કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ લે છે. પિતૃપક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાની તારીખથી શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવસ્યા એટલેકે આસો માસની અમાસ સુધી ચાલે છે. પિતૃપક્ષના 16 દિવસ હોય છે. જેને સોળ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. આ વખતે પિતૃપક્ષનો સમય 2 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી રહેશે. આ સમય દરમિયાન તમારે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. આ સમયે પિતૃઓના આશીષ મેળવવાનો અવસર હોય છે.

image source
પિતૃ પક્ષને પિતૃઓનો સમય માનવામાં આવે છે, આ પિતૃઓને યાદ કરવાનો સમય છે, તેથી આ સમયે કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. પિતૃ પક્ષમાં નવા કપડા અથવા કોઈ નવી વસ્તુઓ ખરીદવી ન જોઈએ શાસ્ત્રોમાં આ દિવસોને શોકના દિવસો માનવામાં આવે છે. પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મ પૂર્વજો માટે આદર સાથે કરવામાં આવે છે. આ દરમિયાન, ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષનો સમય શુભ કાર્યો માટે શુભ નથી.

image source

લોકો આ સમયગાળા દરમિયાન કપડાં, ઘરેણાં, વાહનો વગેરેની ખરીદી કરતા નથી. પરંતુ શાસ્ત્રોમાં ક્યાંય એવું લખ્યું નથી કે નવી વસ્તુઓ ખરીદવી અશુભ છે. ચાલો આપણે જાણીએ કે પિતૃ પક્ષમાં, વ્યક્તિએ ખરેખર નવી વસ્તુઓ ન ખરીદવી જોઈએ કે નહી. શ્રાદ્ધ પક્ષમાં માંગલિક કાર્યો ન કરવા જોઈએ. માંગલિક કાર્યોમાં મુંડન, લગ્ન, ઉપનયન સંસ્કાર, પાવન પૂજા, ગૃહ પ્રવેશ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ કપડાં, ઘરેણાં, વાહનો વગેરે વસ્તુઓ ખરીદી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જ્યારે શ્રાદ્ધ સમયે પૂર્વજો ઘરે આવે છે, ત્યારે નવી વસ્તુઓ જોઈને આનંદ થાય છે. નવી વસ્તુઓની ખરીદી આર્થિક સમૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે અને પૂર્વજો તેમના બાળકોના વિકાસને જોઈને ખુશ થાય છે. તેમનાઆત્માને શાંતિ મળે છે.