શ્રાદ્ધ પક્ષમાં આ ઉપાય કરવાથી જીવનમાં પિતૃદોષના કારણે આવનારી દરેક સમસ્યા થાય છે દુર..

હિન્દુ ધર્મમાં ઋષિયો દ્વારા વર્ષના એક પક્ષને પિતૃપક્ષનુ નામ આપવામાં આવ્યુ છે. દર વર્ષે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી અશ્વિન અશ્વિન માસની અમાસ સુધી 16 દિવસ શ્રાદ્ધ કરવામાં આવે છે. 2 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ચુકી છે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષથી મનુષ્ય વર્ષમાં એક વાર તેમના પિતૃઓને યાદ કરીને તેમને પ્રતિ શ્રદ્ધા વ્યક્ત કરી શકે એટલા માટે કરવામાં આવે છે.

image source

શ્રાદ્ધનો અર્થ પિતૃઓ પ્રતિ વ્યક્ત કરાતી શ્રદ્ધા છે. જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેમને માટે પણ શ્રાદ્ધ પક્ષનો સમય વિશેષ હોય છે. આ 16 દિવસોમાં કરાયેલા કર્મોના આધારે જ પિતૃદોષથી મુક્તિ મળવાનું સંભવ છે. જે લોકોને પિતૃદોષ રહે છે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ માટે અનેક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. જેનાથી તમને ઘણી સમસ્યામાંથી મળશે મુક્તિ. તો જાણી લો એને દુર કરવાના ઉપાય..

image source

જેમની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેમને સંતાન થવામાં સમસ્યા આવે છે અથવા સંતાન થતું નથી. સંતાન થાય તો તેને વધારે સમય સુધી જીવાડવાનું મુશ્કેલ બને છે. તેમના પરિવારમાં લગ્નમાં પણ અનેક સમસ્યાઓ આવે છે. કેટલાક લોકોના લગ્ન પણ થતા નથી. પિતૃદોષના કારણે ઘર પરિવારમાં કોઈને કોઈ કારણે ઝઘડો થાય છે. પરિવારના સભ્યોમાં પણ મુશ્કેલીઓ રહે છે.
વારંવાર લાંબા સમય સુધી કોર્ટ કે કચેરીના આંટા મારવા પડે તો પણ પિતૃદોષ કારણ હોઈ શકે છે. પિતૃદોષના કારણે પરિવારનો કોઈને કોઈ સભ્ય હંમેશા બીમાર રહે છે. આ બીમારી પણ જલ્દી ઠીક થતી નથી. ઘરમાં દીકરીઓના વિવાહમાં પણ મુશ્કેલી આવે છે. વિવાહમાં મોડું થઈ શકે છે અને ઈચ્છિત પરિવાર મળતો નથી.

image source

પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે કરવા આ ઉપાયો

  • શ્રાદ્ધ દરમિયાનમાં બ્રાહ્મણને ભોજન કરાવો અથવા ભોજન સામગ્રી જેવી કે લોટ, ફળ, ગોળ, ખાંડ, શાક અને દક્ષિણાનું દાન કરવું.
  • જે લોકો શ્રાદ્ધ ન કરી શકે તો એમણે કોઈ નદીમાં કાળા તલ નાંખીને તર્પણ કરવ. તેનાથી પિતૃદોષમાં રાહત મળે છે. તેમજ વિદ્નાન બ્રાહ્મણને એક મુઠ્ઠી કાળા તલનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
  • સૂર્યને અર્ધ્ય આપીને પ્રાર્થના કરો કે તમે મારા પિતૃઓને શ્રાદ્ધના પ્રણામ પહોંચાડો અને તેમને તૃપ્ત કરો. શ્રાદ્ધમાં પિતૃઓને યાદ કરીને ગાયને ચારો ખવડાવો. તેનાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે.