શિવજીના આશીર્વાદ મેળવવા માટે કરો આ ઉપાય, ભગવાન શિવ થશે પ્રસન્ન ખુલી જશે તમારી કિસ્મત

દેવોના દેવ મહાદેવ સૌથી જલદી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે, આજકાલ ના સમયમાં ભોલેબાબા ના ભક્તો ની અછત નથી. દરેક લોકો ભોલેનાથ પાસેથી ઈચ્છિત ફળ પ્રાપ્તિ માટે એની ભક્તિ માં લીન રહે છે. એવું બતાવવામાં આવે છે કે જો ભોલેનાથની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર હોય તો તે વ્યક્તિનું જીવન જ સુધરી જાય છે, તે વ્યક્તિના જીવનની દરેક પરેશાનીઓ દૂર થઇ જાય છે અને ભોલેનાથ ના આશીર્વાદ થી વ્યક્તિ એમનું જીવન ખુશીથી પસાર કરે છે, જેમ કે તમે બધા લોકો જાણો છો કે શિવજીને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

image source

સોમવારનો દિવસ ભગવાન શિવજી ને સમર્પિત છે. જો તમે આ દિવસે એની પૂજા અર્ચના કરો છો અને એની સાથે જોડાયેલા અમુક ઉપાય કરો છો તો એનાથી તે તમારાથી જલદી પ્રસન્ન થાય છે, ભગવાન શિવજી ખુબ જ ભોળા ભગવાન છે અને તે એમના ભક્તોની ભક્તિ થી જ પ્રસન્ન થઇ જાય છે, એટલા માટે ભોલેનાથ કહેવામાં આવે છે.

image source

આમ તો જોવામાં આવે તો ભગવાન શિવજીની પૂજા કોઈ પણ દિવસ કરી શકાય છે, પરતું સોમવારના દિવસે શિવજી ની પૂજા માટે સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે, એટલા માટે સોમવારના દિવસે શિવજી ની પૂજા જરૂર કરવી જોઈએ, જો તમારા ઘર પરિવારમાં કોઈ પ્રકારની પરેશાનીઓ ઉત્પન્ન થઇ રહી હોય તો આજે અમે તમને સોમવારના અમુક ઉપાય જણાવીશું. એ ઉપાયો કરવાથી ઘર પરિવાર ની સમસ્યાઓ દૂર થશે અને ધન નું આગમન તેજીથી થવા લાગશે. તો ચાલો જાણી લઈએ ભોલેબાબા ક્યાં ઉપાયોથી થશે પ્રસન્ન..

image source

જો તમે તમારા જીવનની દરેક સમસ્યાઓ નું સમાધાન કરવા માંગો છો તો એના માટે સોમવારના દિવસે તમે બે કપૂર અને એક લવિંગ નો ઉપાય કરી શકો છો. આ ઉપાય ને કરવાથી જીવન ની સમસ્યાઓ ની સાથે સાથે ધન સાથે જોડાયેલી પરેશાનીઓ પણ દૂર થાય છે અને એનાથી ધન પ્રાપ્તિ ના માર્ગ ખુલી જાય છે, એના માટે તમે સોમવાર ના દિવસે સૌથી પહેલા ઘરના પૂજા સ્થળ પર બે કપૂર અને એક લવિંગ લઈને બેસી જવું અને તે બંને કપૂર અને એક લવિંગને શિવજી ની મૂર્તિ અથવા તસવીરની સામે રાખી દેવું. એટલું કરીને પછી તમે “ઓમ નમઃ શિવાય” મંત્ર નો ૨૧ વાર જાપ કરવો.

image source

જાપ પૂરો થયા પછી હથેળી પર બે કપૂર અને વચ્ચમાં લવિંગ રાખી દેવા અને મુઠ્ઠી બંધ કરીને પોતાની દરેક સમસ્યાઓ બોલવી, એ પછી લવિંગ અને કપૂર ને લઈને કોઈ પણ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર અર્પિત કરતા કરતા જળથી કપૂર ને સ્પર્શ કરવું, એ પછી એને સળગાવી દેવું. જો તમે આ ઉપાય કરો છો તો એનાથી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તેનું ખુબ જ જલદી સમાધાન થશે.

image source

જો તમે કોઈ કારણ વશ આ ઉપાય નથી કરી શકતા તો તમે આ સ્થિતિમાં કોઈ તુલસીના છોડ ની પાસે પણ કપૂર સળગાવી શકો છો, આ ઉપાય ને કરતા જ તમને એનું પરિણામ ખુબ જ જલદી જોવા મળશે. આ ઉપાય ને કરવાથી ભગવાન શિવજી તમારાથી ખુબ જ જલદી પ્રસન્ન થશે અને એના આશીર્વાદ તમારી સાથે બની રહેશે.