સોમવારનું વ્રત કરવાથી મળે છે અકાળ મૃત્યુથી છુટકારો, જાણો શિવજી ણે પ્રસન્ન કરવાના ઉપાય

હિંદુ ધર્મની માન્યતા અનુસાર જે વ્યક્તિ સોમવારનું વ્રત કરે છે તેમના જીવનના દરેક દુખ અને સમસ્યા દુર થઇ જાય છે. અને એ વ્યક્તિ ને સુખી જીવન પ્રાપ્ત થાય છે. જો તમે સોમવાર નું વ્રત કરો છો તો તેનાથી અકળ મૃત્યુ થી પણ છુટકારો મળે છે. ભગવાન શિવનું વ્રત અને તેની ઉપાસના કરવાથી તેમને ખુશ કરી શકાય છે. જો તમે વિધિ વિધાન થી શિવજીની પૂજા અર્ચના કરો છો તો તેઓ તેનાથી ખુબજ જલ્દી પ્રસન્ન થઇ જાય છે.

image source

જીવનની દરેક પરેશાનીઓથી છુટકારો અપાવી ભગવાન શિવ ભક્તોને મોક્ષ આપે છે. ભગવાન શિવની આરાધના માટે સોમવાર શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારા જીવનમાં પરેશાની ચાલી રહી છે તો ભગવાન શિવની આરાધના જરૂર કરવી જોઈએ. આજે અમે કેટલાક એવા ઉપાયો જણાવીશું જેનાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થઇ જશે. તો ચાલો જોઈએ ભોલાનાથ ને પ્રસન્ન કરવાના ઉપાયો.

image source

  • જો તમે શિવલિંગ પર ચંદનનું તિલક કરો છો તો તેનાથી તમને સમાજમાં માન સમ્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.
  • દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ માટે તમે શિવલિંગ પર જવ અર્પિત કરી શકો છો.
  • લગ્ન માં કોઈ પણ પ્રકારની બાધાઓ ઉત્પન્ન થઇ રહી હોય તો એવી સ્થિતિ માં તમે દરરોજ શિવલિંગ પર કેસર વાળું દૂધ અર્પિત કરી શકો છો.
  • એવું કહેવાય છે કે જે લોકો ભગવાન શિવજી ની ભક્તિ કરે છે તેમણે પોતાના દરેક પાપો થી છુટકારો મળે છે. અને ભગવાન શિવ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. તેથી દરરોજ સવારે શિવલિંગ પર પંચામૃત અર્પણ કરવું જોઈએ. તે ઉપરાંત દરરોજ ભગવાન શિવને તાંબાના લોટથી જળ અભિષેક કરવો જોઈએ.

image source

  • જો તમે ધન સંપત્તિ ની પ્રાપ્તિ કરવા માંગો છો તો દરરોજ સવારે શિવલિંગ પર ચોખા ચડાવવા જોઈએ અને સાંજના સમયે શિવલિંગ સામે દીપક પ્રગટાવવો જોઈએ.
  • જો તમે તમારી અધુરી મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો તેના માટે દરરોજ ૨૧ બીલીપત્ર પર ચાંદન થી ઓન નમઃ શિવાય લખીને શિવલિંગ પર અર્પિત કરો.
  • જો તમને સંતાન સુખ ની પ્રાપ્તિ કરવી છે તો તેના માટે શિવલિંગ પર ધતુરાના ફૂલ અર્પિત કરવા જોઈએ.