તુલસીના પાન તોડતી વખતે જરૂરથી ધ્યાનમાં રાખો આટલી બાબતો, તમારા પર બની રહેશે ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ કૃપા

શાસ્ત્રો માં માનવામાં આવે છે કે તુલસીની પૂજાથી પરિવારમાં સુખ સૌભાગ્યની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. એટલા માટે બધા વૈષ્ણવ ગૃહસ્થના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોય છે. એટલુ જ નહિ, ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. એટલા માટે વારંવાર તેમની પૂજા અને શુભ કર્યો માં તુલસી ચડાવવામાં આવે છે. તેના વગર શ્રી હરી વિષ્ણુ ભોગ સ્વીકારતા નથી. તેના જ રૂપ શાલીગ્રામ જી ની સાથે તુલસીજી ના લગ્ન દેવ ઉઠની એકાદશી પર કરવામાં આવે છે.

image source

કહેવામાં આવે છે હિંદુ ધર્મ માં ત્રણ સૌથી મોટા દેવ માં વિષ્ણુ ભગવાન ને પૃથ્વી ના પાલનહાર માનવામાં આવે છે અને તેની પૂજા થી ક્યારેય પણ સાંસારિક વસ્તુ માં અછત નથી આવતી. સૌથી પહેલા તો તમારી જાણકારી માટે એ જણાવી દઈએ કે તુલસી ના છોડ પાંચ પ્રકાર ના હોય છે. પહેલું- શ્યામ તુલસી, બીજું- રામ તુલસી, ત્રીજું- વિષ્ણુ તુલસી, ચોથું- વન તુલસી અને પાંચમુ- લીંબુ તુલસી.

image source

પરંતુ તમને એ નથી ખબર કે તુલસી ના પાન જેનો પ્રયોગ આપણે પૂજન કરતી વખતે કરીએ છીએ. તેના પાન તોડવા ના અમુક નિયમ હોય છે. જી હા, એવું નથી જયારે તમે ઈચ્છો ત્યારે તુલસી જી ના છોડ પાસે ગયા અને તેના પાન તોડી લીધા.

image source

હિંદુ ધર્મ માં તુલસી નું મહત્વ ખુબ જ છે અને તેના કારણે તેની સાથે જોડાયેલી કેટલીક માન્યતા પણ છે. જેનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. એટલુ જ નહિ તુલસી ના છોડ ના બધા પાન દેવીય છે અને તેને ધાર્મિક નિયમ વિના તોડવું બરાબર ગણાતું નથી. તો ચાલો આજે જાણી લઇએ શું છે તુલસી નાં પાન ને તોડવાના શાસ્ત્રીય ધાર્મિક નિયમ.

image source

ભૂલથી પણ ક્યારેય રવિવાર, શુક્રવાર, એકાદશી, અમાસ, ચૌદશ તિથિ, ગ્રહણ અને દ્વાદશી હોય ત્યારે તુલસી ના પાન ન તોડવા જોઈએ. એવું કરવું કોઈ ધાર્મિક અપરાધ થી ઓછુ માનવામાં આવતું નથી. એટલુ જ નહિ કોઈ વિશેષ કાર્ય વિના તુલસી ના પાન ને ન તોડવા જોઈએ. એના સિવાય ધ્યાન રાખવું કે ભૂલથી પણ રવિવાર અને એકાદશી એ તુલસી જી ને જળ અર્પણ ન કરવું જોઈએ.

image source

એ ધ્યાન રહે કે જો તમે તુલસી ના પાન ને તોડવા જઈ રહયા છો તો ક્યારેય પણ તેને નખ થી ન તોડવું જોઈએ અને તુલસી ના પાન ને તોડતા પહેલા ‘मातस्तुलसि गोविन्द हृदयानंद कारिणी। नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते॥ આ મંત્ર નો જપ કરવો જોઈએ. ક્યારેક ક્યારેક તો તુલસી નાં પાન સુકાઈ ને જાતે જ પડી જાય છે. એવામાં પડેલા પાન નો પ્રયોગ ઔષધી અથવા અન્ય ક્રિયા માં કરવા જોઈએ. અથવા પડેલા પાન ને માટી માં દબાવી દેવા જોઈએ. એના સિવાય ધ્યાન રહે કે છોડ સુકાઈ જાય તો તેને માટી માં દબાવી દેવા જોઈએ અને તેના સ્થાન ઉપર બીજો તુલસી નો છોડ ઉગાડવો જોઈએ.