વૈષ્ણોદેવી મંદિરમાં વધારે ભક્તોની મંજુરી મળતા આજથી જ વિશેષ પૂજા માટે ઓનલાઈન બુકિંગ થઇ ગયું શરૂ, રહેવા માટે પણ મળશે સુવિધા..

વૈષ્ણોદેવી માતાનું મંદિર હિંદુ ધર્મનાં મંદિરો પૈકીનું સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરવા જતા હોય એવું આસ્થાનું કેન્દ્ર છે. વૈષ્ણોદેવી માતાને માતા રાની અને વૈષ્ણવી નામથી પણ સંબોધન કરવામાં આવે છે. આ મંદિર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ કશ્મીર રાજ્યમાં જમ્મુ જિલ્લાથી દૂર ત્રિકૂટ પર્વત પર આવેલું છે.

image source

આજથી આ વૈષ્ણોદેવી ના આ મંદિરમાં અન્ય રાજ્યોના 250 ને બદલે 500 લોકોને દર્શનની મંજૂરી મળી ગઈ છે. જેના કારણે આજથી જ વિશેષ પૂજા માટે પણ ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરાયું છે. તીર્થ યાત્રીઓ માટે રહેવાની સુવિધા પણ શરૂ કરાઈ છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને લઈને શ્રાઈન બોર્ડે નિર્ણય લીધો છે. આ વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડનો નિર્ણય છે.

image source

માતાના આ દરબારમાં બહારના રાજ્યોથી આવનારા શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધા સુમન વિશેષ પૂજા માટે બુકિંગ શરૂ કરવામાં આવી છે જે ઓનલાઈન હશે. શ્રદ્ધાળુઓને માસ્ક પહેરવા અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ પણ કરવામાં આવી છે. એ જ રીતે હાથને સેનિટાઈઝ કરવાના પણ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.

image source

આ ઉપરાંત એસઓપીનું પાલન કરવાની સાથે શ્રાઈન બોર્ડના ભવન, અર્દ્ધ કુંવારી, કટડા અને જમ્મૂમાં તીર્થ યાત્રીઓને માટે રહેવાની સુવિધા પણ ફરી શરૂ કરી છે. શ્રાઈન બોર્ડના સીઈઓ રમેશ કુમારે કહ્યું કે શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને આધારે આ નિર્ણય લેવાયો છે. આ દરેક વ્યવસ્થા આજથી પ્રભાવી થશે.

સંસ્થાના સીઈઓએ જણાવ્યું કે 16 ઓગસ્ટથી શરૂ થયેલા શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા હર્ષોલ્લાસ અને ઉત્સાહથી શરૂ છે. દેશભરમાં ભક્તોમાં વૃદ્ધિ થઈ રહી છે. નવા આદેશ સુધી અન્ય રાજ્યોથી આવનારા ભક્તોના કોટા 250થી 500નો નક્કી કરાયો છે. શરૂઆતમાં યાત્રામાં 1900 જમ્મૂ કાશ્મીર અને 100 બહારના રાજ્યોના યાત્રીઓ માટે કોટા નક્કી કરાયો છે. ત્યારબાદ તેને 250 કરાયો અને સાથે ફ્રી લંગર અને પ્રસાદ પણ કેન્દ્રથી સંચાલિત કરાઈ રહ્યા છે. તેની સાથે બેટરી કાર, રોપવે અને હેલિકોપ્ટર સુવિધા પણ શરૂ થઈ છે. યાત્રા માર્ગ અને ભવનમાં ભોજનાલય પણ ચાલી રહ્યું છે.

image source

કોરોના નેગેટિવનો રીપોર્ટ જરૂરી

ઓનલાઈન પંજીકરણ બાદ પણ યાત્રીઓની યાત્રા માટે જવાની પરમિશન આપવામાં આવી છે. ઉપરાંત ત્યાં આવતા દરેક યાત્રીઓના ફેસ માસ્ક પહેરવું જરૂરી છે. યાત્રા માટે પ્રવેશ દ્વાર પર દરેક યાત્રીઓનું સ્કેનિંગ કરાશે. 10 વર્ષથી નાના બાળકો, ગર્ભવતી તથા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને યાત્રા પર જવાની પરમિશન નથી. બહારના રાજ્યો તથા જ્મ્મૂ કાશ્મીરના રેડ ઝોનથી આવનારા શ્રદ્ધાળુઓને માટે કોરોના નેગેટિવ થવાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. હેલીપેડ, દર્શન ડ્યોઢી અને બાળગંગા પર તેની તપાસ કરાશે. આ પછી જ આગળ જવાની મંજુરી મળશે.