વાસ્તુશાસ્ત્રના આ સરળ ઉપાય કરવાથી જીવનમાં બની રહેશે શાંતિ અને સમૃદ્ધિ, જાણો આ અસરકારક ઉપાયો

મનુષ્ય ના જીવનમાં સમસ્યાઓ આવે છે તેની પાછળ વાસ્તુ દોષ ઘણી હદ સુધી જવાબદાર રહે છે. જો તમારા ઘરમાં કે આજુ બાજુ વાસ્તુદોષ છે તો તેના લીધે તમારા જીવન માં પરેશાનીઓ ઉત્પન્ન થતી રહેતી હોય છે, જેના લીધે તમે ઘણા પરેશાન રહો છો. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘણી પરેશાનીઓ નો કોઈ ઉકેલ નથી આવી રહ્યો અથવા તમારા પાસે પૈસા નથી ટકતા, અથવા તો ઘર પરિવારનું કોઈ સભ્ય બીમાર રહે છે, તો એવા માં તમે વાસ્તુ શાસ્ત્ર માં જણાવેલા અમુક ઉપાય અજમાવી શકો છો. આવો જાણીએ વાસ્તુ શાસ્ત્ર માં જણાવવા માં આવેલા આ સરળ ઉપાયો વિશે.

image source

  • જો તમે કોઈ પ્લોટ ખરીદી રાખ્યો છે, પરંતુ તેમાં તમે મકાન બનાવી શકતા નથી, એટલે કે મકાન બનાવવામાં તમને પરેશાનીઓ નો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે તેમાં દાડમ નો છોડ પુષ્ય નક્ષત્ર માં લગાવી દો. આ ઉપાય કરવાથી તુરંત મકાન બનવાનો યોગ બને છે.
  • જો તમે તમારા ઘર ના મંદિર માં રોજ એક દીવો પ્રગટાવો છો અને શંખ નો અવાજ ત્રણ વાર સવાર અને સાંજ ના સમયે કરો છો, તો તેનાથી તમારા ઘર માં રહેલી નકારાત્મક ઉર્જા દુર થાય છે. એટલું જ નહિ પરંતુ આ ઉપાય કરવાથી ભગવાન ના આશીર્વાદ પણ મળે છે.

image source

  • વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે તમારા ઘર ના મંદિર માં દેવી દેવતાઓ ને ફૂલ અર્પિત કર્યા છે તો તેને બીજા દિવસે દુર કરવા જોઈએ અને દેવી દેવતાઓ ને નવા ફૂલ ચડાવવા જોઈએ.
  • જો તમે તમારા ઘર પરિવાર ને ખરાબ નજર થી બચાવવા માંગો છો તો તેના માટે તમે તમારા ઘર ના મુખ્ય દરવાજા પર સમુદ્રી જાગ, કોડી, શંખ, લાલ કપડા માં બાંધી ને દરવાજા પર લટકાવી દો. તેનાથી ખરાબ નજર સામે સુરક્ષા મળે છે અને ઘર માં સકારાત્મક ઉર્જા નો પ્રવેશ થાય છે.

image source

  • જો તમે ઈચ્છો છો કે તમને સુખ સમૃદ્ધી પ્રાપ્ત થાય અને તમારું દુર્ભાગ્ય દુર થઇ જાય તો તેના માટે તમે તમારા ઘર ના મુખ્ય દ્વાર પર સિંદુર થી સ્વસ્તિક નું નિશાન બનાવો. ભારતીય સંસ્કૃતિ માં સ્વસ્તિક નું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. જો તમે તમારા ઘર ના મુખ્ય દરવાજા પર ૯ આંગળી લાંબુ અને ૯ આંગળી પહોળું સ્વસ્તિક બનાવો છો તો તેનાથી તમને સૌભાગ્ય ની પ્રાપ્તિ થશે.

image source

  • જો તમે ઈચ્છો છો કે તમારા ઘર માં સકારાત્મક ઉર્જા નો પ્રવાહ બની રહે અને ઘર પરિવાર ના લોકો તરક્કી હાસિલ કરે તો તેના માટે ઘર માં રહેલા બધા પ્રકાર ના વાસ્તુ દોષ ને દુર કરવા ખુબ જરૂરી છે, તમે તેના માટે તમારા ઘર ના મુખ્ય દ્વાર પર એક બાજુ કેળા નું ઝાડ અને બીજી બાજુ તુલસી નો છોડ લગાવી દો. તેનાથી ઘર નું વાસ્તુ દોષ દુર થાય છે. અને ઘર પરિવાર ના લોકો ને સફળતા મળે છે.