વાસ્તુશાસ્ત્ર એટલે શું? જાણો તેનો અર્થ અને તેનાથી થતા લાભ

વાસ્તુનો શાબ્દિક અર્થ “નિવાસ સ્થાન” થાય છે. તેના સિધ્ધાંત વાતાવરણમાં પાણી, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને આકાશ તત્વો વચ્ચે એક સામંજસ્ય સ્થાપિત કરવામાં મદદ કરે છે. જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને આકાશ આ પાચ તત્વોનું આપણા કાર્ય પ્રદર્શન, સ્વભાવ, ભાગ્ય અને જીવનના અન્ય ભાગોમાં પડે છે. આ વિદ્યા ભારતની પ્રાચિનતમ વિદ્યાઓ માંથી એક છે. જેનો સંબંધ દિશાઓ અને ઊર્જાઓ થી છે. તેના અંતર્ગત દિશાઓને આધાર બનાવીને આજુબાજુની નકારાત્મક ઉર્જાઓને એવી રીતે સકારાત્મક કરવામાં આવે છે, જેથી માનવ જીવન પર તે પ્રતિકુળ પ્રભાવના પાડી શકે.

image source

ઉત્તરત-દક્ષીણ અને પૂર્વ-પશ્ચિમ એ ચાર મુખ્ય દિશાઓ છે. વાસ્તુમાં આ ચાર દિશાઓ અને ચાર વિદીશાઓ છે. આકાશ અને પાતાળને પણ અહી દિશા સ્વરૂપ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારે ચાર દિશા અને ચાર વિદિશા તેમજ આકાશ પાતાળને જોડી આ વિજ્ઞાનમાં દિશાઓની સંખ્યા કુલ ૧૦ માનવામાં આવે છે. મૂળ દિશાઓની મધ્યની દિશા ઇશાન, અગ્નેય, નૈરુત્ય, અને વાયવ્યને માનવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર ઘર, પ્રશાદ, ભવન, તેમજ મંદિર નિર્માણ કરવાનું પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. જેને આધુનિક સમયના વિજ્ઞાન આર્કિટેક્ચરનું પ્રાચીન સ્વરૂપ માનવામાં આવે છે. ડીઝાઇન દીશાત્મક સંરેખણના આધાર પર કરે છે. આ હિંદુ વાસ્તુ કલામા લાગુ કરવામાં આવે છે, હિંદુ મંદિરો માટે અને વાહનો સહીત, વાસણ, ફર્નીચર, મૂર્તિકલા, ચિત્રો વગેરે. દક્ષીણ ભારતમાં વાસ્તુનુ નીવ પરંપરાગત મહાન “સાધુ માયન” ને જિમ્મેદાર માનવામાં આવે છે અને ઉતર ભારતમાં “વિશ્વકર્મા” ને જિમ્મેદાર માનવામા આવે છે.


image source

કેવી રીતે સમજવી જોઇએ વાસ્તુની અવધારણા ને: પ્રકૃતિમાં સંતુલન બનાવી રાખવા માટે વિવિધ પ્રાકૃતિક બળો જેમ કે જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને આકાશ વચ્ચેની પરસ્પર ક્રિયા હોય છે. જેનો વ્યાપક પ્રભાવ આ પૃથ્વી પર રહેવાવાળી મનુષ્ય જાતી સાથે પ્રાણીઓ પર પણ પડે છે. વાસ્તુ વિદ પંડિત દયાનંદ શાસ્ત્રી અનુસાર આ પાચ તત્વો વચ્ચે થવા વાળી પરસ્પર ક્રિયાને વાસ્તુ ના નામથી જાણવામાં આવે છે. વાસ્તુ જ્યોતિષ અનુસાર આ પ્રક્રિયાનો પ્રભાવ આપણા કાર્ય પ્રદર્શન, સ્વભાવ, ભાગ્ય તેમજ જીવનના અન્ય ભાગ પર પડે છે.

image source

જાણો જીવનમાં વાસ્તુનું મહત્વ : એવું માનવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્ર આપણા જીવન ને સારું તેમજ થોડી ખરાબ વસ્તુ થી રક્ષા કરવામાં મદદ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો વાસ્તુશાસ્ત્ર આપણને નકારાત્મક તત્વોથી દુર અને સુરક્ષિત વાતાવરણમાં રાખે છે. વાસ્તુશાસ્ત્ર સદીઓ જુનું નિર્માણનું વિજ્ઞાન છે, જેમાં વાસ્તુકલાના સિદ્ધાંત અને દર્શન સમ્મિલિત છે, જે કોઈ પણ ભવન નિર્માણ માં ખુબજ વધુ મહત્વ રાખે છે. તેનો પ્રભાવ માનવ ની જીવન શૈલી તેમજ રહેન સહેન પર પણ પડે છે.

image source

વિશ્વના પ્રથમ વિદ્વાન વાસ્તુવિદ વિશ્વકર્મા અનુસાર શાસ્ત્ર સમ્મત નિર્મિત ભવન વિશ્વ ને સંપૂર્ણ સુખ,ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ની પ્રાપ્તિ કરે છે. વાસ્તુ શિલ્પશાસ્ત્ર નું જ્ઞાન મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત કરાવીને લોક માં પરમાનંદ ઉત્પનન કરે છે વાસ્તુ શિલ્પ જ્ઞાન વિના નિવાસ કરવાનો સંસારમાં કોઈ મહત્વ નથી. જગત અને વાસ્તુ શિલ્પજ્ઞાન પરસ્પર પર્યાય છે. વાસ્તુ શાસ્ત્ર પંડિત દયાનંદ શાસ્ત્રી કહે છે કે વાસ્તુ એક પ્રાચીન વિજ્ઞાન છે.

image source

આપણા ઋષિમુનીઓ એ આપની આસપાસ ની સૃષ્ટી માં વ્યાપ્ત અનીસ્ટ શક્તિઓ થી આપણી રક્ષા ના ઉદ્દેશ માટે વિજ્ઞાન નો વિકાસ કર્યો વાસ્તુ નો ઉદ્ભવ સ્થાપત્ય વેદ થી થયો છે. જે અથર્વવેદ નો અંગ છે. આ શ્રુસ્તી ની સાથે સાથે માનવ શરીર પર પણ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ થી બનેલું છે. અને વસ્તુ શાસ્ત્ર અનુસાર આજ તત્વ જીવન તથા જગત ને પ્રભાવિત કરવા વાળું પ્રમુખ સ્થાન છે. ભવન નિર્માણ માં ભૂખંડ અને તેની આસપાસ ના સ્થાનો નું મહત્વ ખુબ વધુ હોય છે. ભૂખંડ ની શુભ અશુભ દશા નું અનુમાન વાસ્તુવિદ આસપાસ ની વસ્તુ ને જોઇને જ લાગે છે.

image source

આવી રીતે, મનુષ્યના જીવનમાં વાસ્તુનું મહત્વ અહેમ હોય છે. તેના અનુરૂપ ભવન નિર્માણ થી તેમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ફળસ્વરૂપ તેમાં રહેવા વાળા નું જીવન સુખમય થાય છે. તેમજ પરિવાર ના સદસ્યો ને તેના બધા કામ માં સફળતા મળે છે. એક સારા અને અનુભવી વાસ્તુશાસ્ત્રી ને જ્યોતિષ નું જ્ઞાન હોવું ખુબજ આવશ્યક છે.