ભૂલેચૂકે પણ ઘરના આંગણે ના રાખવી જોઈએ આ વસ્તુઓ, થાય છે ખુબજ મોટું નુકશાન
વસ્તુ શાસ્ત્ર માં ઘણા એવા નીતિ નિયમો જાણવામાં આવેલ છે જો તેણે અનુસરવામાં આવે તો ખુબજ શુભ ફળ ની પ્રાપ્તિ થાય છે અને જો એ મુજબ કાર્ય ના થાય તો વસ્તુ દોષ લાગે છે. અને બધી બાજુથી મુસીબત વ્યક્તિને ઘેરી લે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરના રૂમ, રસોડું, બાથરૂમ, સ્ટોર રૂમ, પૂજા ઘર અને સીડીઓ ની યોગ્ય અને શુભ દિશા વિશે જણાવવા માં આવ્યું છે. વાસ્તુ માં ન ફક્ત ઘરની અંદર રહેલી વસ્તુ પરતું ઘર ની આસ પાસ રહેલી વસ્તુ થી પણ વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. વાસ્તુ દોષ થવા પર ઘરમાં રહેતા લોકો ની શારીરિક, આર્થિક, માનસિક અને પારિવારિક જીવન ની પરેશાની માં વધારો થાય છે.
image source
ઘરની આગળ વધારે પડતા મોટા વૃક્ષ ન હોવા જોઈએ. એનાથી ઘર માં સકારાત્મક ઉર્જા ઓછી આવે છે અને કામ માં વારંવાર અસફળતા મળે છે. જેથી ઘરમાં કંગાળી આવી શકે છે. એટલા માટે એ ખાસ ધ્યાન માં રાખવું કે ઘર ની આગળ વધારે મોટા ઝાડ ન હોય.
મુખ્ય દરવાજા ની સામે અને આસપાસ પથ્થરો નું જમા થવું પણ વાસ્તુ વિજ્ઞાન અનુસાર અનુકુળ માનવામાં આવતું નથી. એનાથી જીવન માં તરક્કી ની દોડ ઓછી થઇ જાય છે. એટલા માટે ક્યારેય પણ ઘરના મુખ્ય દરવાજા સામે પથ્થરો નો ઢગલો પડેલો ન હોવો જોઈએ.
ઘરની આગળ કચરાપેટી રાખવી વાસ્તુ માં અશુભ માનવામાં આવ્યું છે. એનાથી પરિવાર ના સદસ્યો ને ગંભીર બીમારીઓ થવા લાગે છે અને ઘર માં કંગાળી ઘર કરવા લાગે છે. જેથી ક્યારેય કચરાપેટી ને ઘરની આગળ ન રાખવી જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર મુજબ વીજળી ના થાંભલા ઘર ના મુખ્ય દ્વાર ની સામે ન રાખવા જોઈએ, જો ઘરનું મુખ્ય દ્વાર સામે વીજળી ના થાંભલા હોય તો તે ઉન્નતી માં બાધા લાવી શકે છે એવું માનવામાં આવે છે.
ઘરની આગળ થી વેલ નું ઉપર ચડવું શુભ માનવામાં આવતું નથી. વાસ્તુ વિજ્ઞાન અનુસાર એનાથી વિરોધીઓ અને શત્રુઓ ની સંખ્યા વધે છે, જેના કારણે ઉન્નતી માં બાધા આવે છે. એટલા માટે વેલનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે ઘર ની આગળથી ઉપર ના ચડે.