જો તમે ઈચ્છતા હોય કે ઘરમાં હંમેશા બની રહે બરકત, તો ભૂલથી પણ રસોડામાં ના ખૂટવા દેવી આ વસ્તુઓ

દરેક ઘરમાં રસોડાનું ખુબજ મહત્વ હોય છે. રસોડું એક આવી જગ્યા છે જ્યાંથી ઘરના તમામ લોકોની ભૂખ સંતોષવામાં આવે છે. રસોઈ સમૃદ્ધિ નું પ્રતિક હોય છે, વાસ્તુ અનુસાર રસોઈ અને એમાં રહેલી વસ્તુ ની યોગ્ય માત્રા અને યોગ્ય રીતે પડેલું હોવું ખુબ જ જરૂરી છે. ઘર માં ખુશીઓ બનાવી રાખવા માટે અમુક વસ્તુ એવી છે, જેને તમારે ક્યારેય પણ તમારા રસોડામાંથી સમાપ્ત ન થવા દેવી.

હળદર : હળદર નો ઉપયોગ ઘરના ઘણા શુભ કામો ની શરૂઆત ના સમયે કરવામાં આવે છે. એવામાં તમે પણ સમજી ગયા હશો કે એનો તમારા ભાગ્ય ની સાથે કેટલો વિશેષ સબંધ છે. રસોઈ ઘર માં હળદર ની સમાપ્તિ એટલે કે હવે તમને કોઈ સારી ખબર સાંભળવા નહિ મળે, તો એવામાં જો તમે પણ ન ઈચ્છતા હોય કે ઘર માં સારી ખબર આવવાનું બંધ થઇ જાય તો રસોઈ ઘર માં હળદર ક્યારેય પણ પૂરી થવા ન દેવી.

 

 

દૂધ : ઘણા લોકો મહેમાન ના આવવા પર દૂધ લેવા ભાગે છે. મહેમાન ઈશ્વર ના રૂપમાં હોય છે અને એવામાં જો એના આવવા પર જો ઘર માં ચા અથવા કઈ પણ બનાવવા માટે દૂધ પૂરું થઇ ગયું હોય તો એનાથી ઈશ્વર નારાજ થઇ જાય છે. એવા માં ઈશ્વર ની ખુશી મેળવવા માટે ઘરમાંથી દૂધ ક્યારેય પણ પૂરું ન થવા દેવું અને ફ્રીઝ માં દૂધ ને હંમેશા ઢાંકીને રાખવું. એવું કરવાથી પણ ઘરના દરેક વાસ્તુ દોષ પુરા થઇ જાય છે.

 

ચોખા : રસોડા ના ડબ્બા ને યોગ્ય રીતે મેનેજ કરીને રાખવા ખુબ જ જરૂરી છે. ઘર ની ખુશી બનાવી રાખવા માટે રસોડા માં ચોખા ક્યારેય પણ પુરા ન થવા દેવા. કોશિશ કરવી કે જયારે એક કટોરી ચોખા વધે તો સાથે જ નવા ચોખા લાવીને રાખી લેવા. રસોડામાં ચોખા એકદમ પુરા થઇ જવાનો મતલબ ઘર માં શુક્રનો પ્રભાવ સમાપ્ત થઇ ચુક્યો છે. એવા માં શુક્ર ગ્રહને બનાવી રાખવા માટે ચોખા ના ડબ્બા હંમેશા ભરેલા રાખવા.

 

 

મીઠું : મીઠું ક્યારેય પૂરું ન થવા દેવું અને ન તો ક્યારેય કોઈ આજુબાજુ માં મીઠાની આપ-લે ન કરવી. મીઠું પૂરું થવા પર જાદુ ટોના ની પૂરી આશંકા રહે છે. જો આસપાસ માં મીઠું આપ્યું તો પછી કોઈ ખરાબ ખબર નું સાંભળવું નક્કી થઇ જાય છે. મીઠાને હથેળી પર પણ રાખવાથી બચવું. એનાથી પણ ખરાબ સંકેતો આવી શકે છે.

 

 

ઘઉં અથવા લોટ : લોટ પણ સમાપ્ત થાય તે પહેલા જ નવા લઈને રાખી લેવા. જો લોટ નો ડબ્બો ખાલી થઇ જાય તો એની સીધી અસર તમારા માન સન્માન પર પડે છે. ઘર અથવા ઓફીસ કોઈ પણ જગ્યા પર તમારે અપમાન નો સામનો કરવો પડી શકે છે. ઘઉં પુરા થઇ જવા એ માનસિક તનાવ નો સંકેત ગણાય છે.