વાસ્તુશાસ્ત્ર મુજબ, જાણો ઘરમાં વસ્તુ રાખવાની યોગ્ય દિશા અને અમુક નિયમો, જેનાથી ઘરમાં બની રહેશે સુખ શાંતિ..

દરેક લોકો જયારે ઘર બનાવે છે ત્યારે વાસ્તુનું ખાસ ધ્યાન રાખે છે. નવું ઘર ખરીદવાનું હોય કે પછી ઓફીસ હોય ત્યારે એનું વાસ્તુ પૂજા જરૂર કરવામાં આવે છે, જેથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘણા નિયમો હોય છે, જેનું પાલન કરવાથી ઘરમાં શાંતિ બની રહે છે.

image source

દરેક લોકો ના જીવનમાં વાસ્તુ નું ખુબ જ મહત્વ રહેલું હોય છે. જો વાસ્તુ દોષ કોઈ વ્યક્તિ ના જીવન માં હોય તો એમનું જીવન ખુબ જ પરેશાનીથી પસાર થાય છે.  ઘણી વાર આપણે અમુક વસ્તુ મન થાય એમ મૂકી દઈએ છીએ, પરંતુ જો અમુક વસ્તુ એના યોગ્ય સ્થાન પર મુકવામાં ન આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા નો પ્રવેશ થાય છે અને પરેશાની વધી જાય છે.

image source

આજે અમે તમને વસ્તુ મુજબ ની જાણકારી આપવા જઈ રહ્યા છીએ, કઈ વસ્તુ કઈ દિશા માં રાખવી જોઈએ. તો ચાલો જાણી લઈએ એ અમુક નિયમો વિશે, જેનાથી ક્યારેય તમારા ઘર માં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકશે નહિ.

image source

વાસ્તુ અનુસાર યોગ્ય દિશા

વાસ્તુ અનુસાર દસ દિશાઓ હોય છે. ઉતર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ,  ઇશાન (ઉતર-પૂર્વ), નૈઋત્ય (દક્ષિણ -પશ્ચિમ), વાયવ્ય (ઉત્તર -પશ્ચિમ), આગ્નેય (દક્ષિણ- પૂર્વ), આકાશ (ઉર્ધ્વ), પાતાળ (અઘો). આ દસ દિશાઓ ને એમનું અલગ અલગ વિશેષ મહત્વ રહેલું હોય છે.

image source
  • ઉત્તર દિશા ના દેવતા કુબેરદેવ છે. આ દિશા માં ઘર ની તિજોરી રાખવી જોઈએ.
  • દક્ષિણ દિશા માં તમે ઘર નો કોઈ ભારે સામાન રાખી શકો છો.
  • પૂર્વ દિશાના સ્વામી સૂર્ય દેવ છે. સામાન્ય રૂપથી આ દિશા માં ઘર નું મુખ્ય દ્વાર (દરવાજો) હોવું જોઈએ.
  • પશ્ચિમ દિશા ના દેવતા વરુણ અને ગ્રહ સ્વામી શનિ છે. આ દિશા પણ વાસ્તુ નિયમો અનુસાર હોવી જોઈએ.
  • આગ્નેય ખૂણો એ અગ્નિ દેવ નું સ્થાન છે. એટલા માટે અહી ઘર નું કિચન હોવું જોઈએ.
  • વાયવ ખૂણા માં વાયુ દેવતા નું સ્થાન છે. આ દિશા માં બારી, વેન્ટીલેટર વગેરે હોવું જોઈએ.
  • ઇશાન ખૂણા ને ખુબ જ શુભ સ્થાન માનવામાં આવે છે. એટલા માટે અહી ઘર નું મંદિર હોવું જોઈએ.
  • નૈઋત્ય ખૂણા માં પૃથ્વી તત્વ નું સ્થાન છે. આ દિશા માં અલમારી, સોફા, મેજ વગેરે સામાન રાખવો જોઈએ.