વાસ્તુ શાસ્ત્ર : બિલાડીઓ આ રીતે આપે છે શુકન અને અપશુકનના સંકેતો, જાણો અત્યારેજ

શુકન કે અપશુકન માટે પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને વિવિધ વસ્તુઓને ધ્યાને લેવાય છે. આમ જોવા જોઈએ તો બધી વસ્તુઓ પોતાની જગ્યાએ હમેશા મોજુદ જ હોય છે, પણ કોઈ કાર્ય કરતી વેળાએ જો અચાનક પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને ખાસ કોઈ ચીજ, જો તમારી નજરમાં આવે કે રસ્તામાં આવી મળે તો તેના શુકન-અપશુકન લાગતા હોય છે.

image source

ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે કોઈને કાતર કે ચપ્પુ ભેટમાં ન અપાય. આ પણ એક લાંબા ગાળે ઉભી થયેલી માન્યતા છે. તેમાં આગળ જોઈએ તો ભેટમાં હથિયાર, પ્લેટ, પડદા, બર્નર, સગડી કે કોઈ પણ ધારદાર વસ્તુ આપવી સંબંધોમાં નુકસાની આપે છે. અને શુભ અને શુકન કરનારી ભેટમાં પક્ષીઓ કે કાચબો દર્શાવતી ચીજો, અરીસો, ગુલાબ અને તાંબાના પાત્ર શુકન કરાવે છે. માત્ર એક સાદા શુકનની વાત કરીએ તો કાણાવાળો તાંબાનો સિક્કો પહેલાના સમયમાં શુકનમાં ખુબ પ્રચલિત હતો. આજે તેના સ્થાને કોઈ પણ નાનો સિક્કો શુભ કાર્યમાં મુકવામાં આવે છે, જે શુભ શુકન કરાવે છે.

image source

નારદ અને વરાહ પુરાણના શુકન-અપશુકન અધ્યાયમાં બિલાડીને માંસભક્ષી, જંગલી અને અશુભ પ્રાણી માનવામાં આવે છે. પુરાણો મુજબ બિલાડી આગામી અશુભ ઘટનાઓ અંગે સંકેત આપે છે. આ પુરાણોમાં બિલાડી દેખાવી, બિલાડી રસ્તામાં આડી ઉતરે, રડે અને ઘરમાં આવ-જા કરે, તેને અશુભ માનવામાં આવે છે. આ ગ્રહો અનુસાર બિલાડી ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. એટલે જ બિલાડી ઘરમાં પાળવી પણ અશુભ ગણાય છે.

image source

વિદેશોમાં પણ બિલાડીને માનવામાં આવે છે અશુભ: મધ્યયુગમાં માનવામાં આવતું હતું કે, બિલાડીઓ ચુડેલની સહાયક હોય છે અને અમેરિકામાં આજે પણ લોકો માને છે કે, બિલાડી દુર્ભાગ્ય લાવે છે. જર્મનીમાં પણ બિલાડી ડાબી કે જમણી બાજુથી રસ્તો કાપે તો અશુભ ગણાય છે. આ સિવાય, આ માન્યતા પણ છે કે, જો બિલાડી તમારી સામેથી દૂર તરફ જાય તો, સમજવું કે, તમારો સારો સમય લઈને જાય છે. યુરોપના ઘણા ભાગોમાં કાળી બિલાડીને અશુભ માનવામાં આવે છે.

image source

બિલાડી રસ્તો કાપે તો શું કરવું: બિલાડી રસ્તો કાપે તો થનાર અપશુકનથી બચવા ઈષ્ટદેવ કે હનુમાનજીને પ્રણામ કરી નીકળવું. બિલાડી રસ્તો કાપે તો સૂર્યને પ્રણામ કરી નીકળી જવાથી દોષ ખતમ થઈ જાય છે. લાલ કિતાબ અનુસાર બિલાડીને રાહુની સવારી માનવામાં આવે છે. એટલે રાં રાહવે નમ: મંત્ર બોલી એ રસ્તે આગળ નીકળી શકાય છે. તેનાથી અપશુકન ટળી જાય છે.