વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કરો આ ઉપાય, માતા લક્ષ્મી થઇ જશે પ્રસન્ન

વાસ્તુશાસ્ત્ર માં જીવનની દરેક સમસ્યાનો ઉકેલ જણાવ્યો છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય છે જે જીવનમાં ધનની કમી આર્થિક સંકટને દૂર કરે છે. જેનાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડી શકાય. જો આર્થિક સ્થિતિ સારી ન હોય અને પૈસાની તંગી રહેતી હોય તો વાસ્તુના નિયમોને અનુસરવુ જોઇએ. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય દર્શાવાયા છે જે કરવાથી માં લક્ષ્મીની કૃપા રહેતા આર્થિક તંગી દુર રહેશે. આઓ જાણીએ આર્થિક સમસ્યાને દુર કરવા માટેના વાસ્તુના સરળ ઉપાય.

image source

ઘરનો મુખ્ય દરવાજો : ઘરનો દરવાજો જે સ્થાને છે જે આગમનનું મુખ્ય સ્થળ છે. જેનાથી સકારાત્મક અને નકારાત્મક ઉર્જા અહીંથી પ્રવેશે છે. મુખ્ય દરવાજાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય કે પૈસાની તંગી આવે છે. આથી જ મુખ્ય દરવાજો ખૂબ મહત્વ ધરાવે છે. સવારે દરવાજો ખોલતી વખતે પહેલા મા લક્ષ્મીને યાદ કરો અને પછી દરવાજો ખોલો.

image source

દરવાજાનો રંગ : દરવાજાને ઘેરા રંગનો પસંદ કરો આ રંગ શુભ છે. આ કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ જળવાઈ રહે છે. દરવાજા પર કોઈ સારા સંકેતો જેમકે સ્વસ્તિક ॐ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રતીકો ખૂબ જ શુભ છે. ગણેશજીને ઘરના દરવાજા પર મૂકો. સવારમાં દરવાજો ખોલતી વખતે, આ પ્રતીકો પ્રણામ કરો અને દેવી લક્ષ્મીને યાદ કરો. આ નિયમિત રીતે કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

image source

નભી પર ગુલાબનું તેલ : સવારે તમારી નાભિ ઉપર ગુલાબનું અત્તર લગાવો. મા દુર્ગાને અત્તર અર્પિત કરો અને પછી કંઈપણ ખાતા પહેલા તમારી નાભિ પર અત્તર લગાવો. ઘરની બહાર નીકળતા પહેલા પ્રભુને સારા કર્મ કરવા મળે તેવી પ્રાર્થના કરી અને સંકલ્પ કરીને જ નીકળો. આવુ કરવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. ક્યારેય પૈસાની કમી આવતી નથી. સમૃદ્ધિ મળે છે અને સંકટ દૂર થાય છે.